The Wedding Carnival PRESS COVERAGE in AKILA News Paper Rajkot
વેડીંગ કાર્નિવલની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૩૦ : રાજકોટના કલર્સ ઇવેન્ટ્સ દ્વારા આવતીકાલથી ૩ દિવસ માટે ઇમ્પીરીયલ હોટલ ખાતે વેડિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જયાં લગ્નને લાગતી એ ટુ ઝેડ ચીજવસ્તુઓ મળી શકશે. રાજકોટની પ્રજા માટે અવનવી ખરીદીનો અનેરો અવસર રહેશે આ વેડીંગ કાર્નિવલ ખાતે રાજકોટની જ નહિ પણ અમદાવાદ, જયપુર, સુરતની શ્રેષ્ઠ વેડીંગ કેટેગરી પ્રસ્તુત કરવામાં આવશે.
આ અંગે પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતા કલર્સ ઇવેન્ટ્સના વિજય પરમારે જણાવ્યું હતું કે આ વેડિંગ કાર્નિવલની ખાસિયત એ પણ છે કે અમદાવાદના જગ પ્રખ્યાત જવેલેરી હાઉસ ઝવેરી એન્ડ કંપની કે જેવો આ વેડિંગ કાર્નિવલના ટાઇટલ સ્પોન્સર પણ છે તેવો ભાગ લઇ રહ્યા છે. તેમના દ્વારા પ્રથમ નજરે જ મોહીલે તેવી કલાત્મક, એન્ટીક એથનિક, જડતરની એકસકલુસિવ જવેલેરીની વિશાળ રેંજ મુકવામાં આવી છે આ ઉપરાંત રાજઘરાના સમી પોલ્કી અનકટ ડાયમંડ જવેલેરીની અદ્યત અને એકદમ નવી જ રેંજ આ કાર્નિવલમાં પ્રસ્તુત કરશે. ઝવેરી એન્ડ કંપની વતી ચંદ્રેશભાઇ ઝવેરી પણ અહી ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત આ વેડિંગ કાર્નિવલમાં રાજકોટના વિખ્યાત વી.જે. જવેલર્સ કે જેવો આ વેડિંગ કાર્નિવલના સહયોગી સ્પોન્સર છે તેમના દ્વારા પણ સોનાના દાગીનાની લાજવાબ રેંજ મુકવામાં આવશે જેમાં એથનિક અને કેટલીક અદ્દભુત એન્ટીક જવેલેરીનો પણ સમાવેશ થઇ છે. મુંબઇ સહિતના મૂખ્ય શહેરમાં પણ ભાગ લેતા વી.જે.જવેલર્સ તરફથી આ વેડિંગ કાર્નિવલમાં સિલ્વર જવેલેરીમાં સૌ પ્રથમ વખત ઇટાલિયન સિલ્વર જવેલેરી પણ લોન્ચ કરવામાં આવશે. વી.જે.જવેલેર્સના ધવલભાઇ પણ આ વેડિંંગ કાર્નિવલમાં ઉપસ્થિત રહેશે તેમ તેમણે કહ્યું હતું કે આ વેડિંગ કાર્નિવલમાં પ૦ થી પણ વધુ એકઝીબિટરો ભાગ લઇ રહ્યા છે. તેમાં સોના તેમજ ડાયમંડ જવેલેરી ઉપરાંત ઇમિટેશન જવેલેરી, ડીઝાઇનર, બ્રાઇદલ વેર,ડેકોરેટર્સ કેટરર્સ હનીમુન પ્રવાસ, બેન્કવેટ હોલ, સ્પા સલુન, વેડિંગ કાર્ડ વિક્રેતા, હોટેલ રીઝોર્ટસ, વેડિંગ ફોટોગ્રાફરની કેટેગરી પણ સામેલ કરવામાં આવી છે.
આ વેડિંગ કાર્નિવલમાં એક વધુ વિશેષતા એ રહેશે કે અહી બોલીવુડ રીપ્લીકા પણ જોવા મળશે એટલે જે સાડી, ચણીયા, ચોળી કે ડ્રેસ ભારતની અભિનેત્રી દ્વારા ફિલ્મમાં પેહેરવામાં આવ્યા છે તે આબેહુબ અહી પણ પ્રસ્તુત કરાયા છે આ ઉપરાંત કોટા અને કોટનમાં હેવી વર્કસની કુર્તિસ, વિવિધ ટાઇપના સિલ્ક સાડી, જયોર્જટ ઘાઘરા ચોળી, અનારકલી ડ્રેસ પણ પ્રસ્તુત કરાયા છે તો સાથોસાથ ડાયમંડના અલગ અલગ શેપના કિલપ્સ પણ જોવા મળશે.
આ પત્રકાર પરિષદમાં કલર્સ ઇવેન્ત્સના વિજયભાઇ ગોરધનભાઇ પરમાર, ગ્લોબલ પબ્લીસીટીના જયદીપ રેણુકા, nrgujarati.co.in ના રાજેશભાઇ રાદડિયા, સંદીપભાઇ તેમજ ઝવેરી એન્ડ કંપનીના ચંદ્રેશભાઇ ઝવેરી, વી.જે. જવેલર્સના ધવલભાઇ બારભાયા તેમજ કલર્સ ઇવેન્ટ્સની ટીમ ઉપસ્થિત રહી હતી. આ પત્રકાર પરિષદનું આયોજન એસ.પી.મીડીયાના સુરેશ પારેખે કર્યુ હતું.
Press Coverage in Akila Newspaper Rajkot - The Wedding Carnival 2013
|
|